આગામી ગુજરાતી ફિલ્મ ગુજરાત 11ના સ્ટાર કાસ્ટ વડોદરાની મુલાકાતે - star cast
વડોદરાઃ શહેર ખાતે આગામી ગુજરાતી ફિલ્મ ગુજરાત 11ના ફિલ્મ સ્ટાર કાસ્ટ વડોદરાના મહેમાન બન્યા હતા. આ ફિલ્મમાં જાણીતી બોલિવૂડ અભિનેત્રી ડેઝી શાહ, પ્રતિક ગાંધી અને કવિન દવે અભિનિત છે. આ ફિલ્મનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. ગુજરાત 11 એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે અને ગુજરાતી ભાષામાં આ પહેલી સ્પોર્ટસ ડ્રામા આધારિત ફિલ્મ છે.