દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છેઃ ગુલઝાર - દિપીકા પાદુકોણ ન્યૂઝ
મુંબઈઃ શબ્દોના જાદુગર ગુલઝારે મહિલાઓના સફર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલાઓએ ઘણી લાંબી સફર કંડારી છે. ફિલ્મક્ષેત્રની વાત કરીએ તો, પહેલા માત્ર હેર સ્ટાઈલર્સ તરીકે જોવા મળતી હતી. તો હીરોઈનને માત્ર ગીત જેટલું જ મહત્વ અપાતું હતું અને હાલ હીરોઈન ફિલ્મમાં મેઈન લીડ કરી રહી છે. ટેક્નીશિયનથી લઈને દરેક જગ્યાએ મહિલાઓ આગળ જોવા મળે છે. જે તેમની અભૂતપૂર્વ સફર દર્શાવે છે.