અરમાન જૈન વેડિંગ રિસેપ્શન: આલિયા-રણબીર, અર્જુન-મલાઈકાએ ચાર ચાંદ લગાવી દીધા - અર્જુન-મલાઈકા
મુંબઇ: રણબીર કપૂરના કઝીન અરમાન જૈનના લગ્ન આજકાલ બોલિવૂડમાં ચર્ચાનો વિષય છે. સોમવારે લગ્નની રિસેપ્શન પાર્ટી બાદ મંગળવારે સાંજે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ જગતની તમામ હસ્તીઓએ હાજરી આપી હતી. પિતા ઋષિ કપૂરની તબિયત ખરાબ હોવાને કારણે પહેલા દિવસે પાર્ટીમાં ભાગ ન લેનાર રણબીર કપૂરે બીજા દિવસે પોતાની માતા નીતુ કપૂર અને કથિત ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે રિસેપ્શન પાર્ટીમાં હાજર રહ્યો હતો.