Navratri 2023: મહેર સમાજના યુવાનોએ મણિયારા રાસની જમાવી રમઝટ
Published : Oct 23, 2023, 4:03 PM IST
જૂનાગઢ: આજે વર્ષ 2023 ની શારદીય નવરાત્રીનો અંતિમ દિવસ એટલે કે નવમું નોરતું છે. ત્યારે મહેર સમાજની પરંપરા અને વેશભૂષામાં જૂનાગઢના લીરબાઈ પરા વિસ્તારના મહેર યુવાનો દ્વારા સમાજના સૌથી જૂના અને પારંપરિક મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. મહેર સમાજમાં મણિયારા રાસનું ખૂબ જ મહત્વ છે. તમામ પ્રકારના ધાર્મિક અને માંગલિક કાર્યોમાં મહેર સમાજના મણિયારા રાસ અચૂકપણે જોવા મળે છે. ત્યારે નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન મહેર સમાજના યુવાનો પરંપરિક રીતે સમાજની અલગ ઓળખ એવા વસ્ત્ર પરિધાનની પરંપરા તેમજ સદીઓથી ચાલતા આવતા મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. સમગ્ર વિશ્વમાં એકમાત્ર મહેર સમાજ મણીયારા રાસ પર દબદબો ધરાવે છે એ કહેવામાં પણ જરા પણ ખોટું નથી કે મણિયારો રાસ એકમાત્ર મહેર સમાજના યુવાનો જ કરી શકે છે.