બાઇક પર યુવતી સાથે ઈલુ ઈલુ કરતા યુવકનો વીડિયો વાયરલ - વાયરલ વીડિયો
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (YOUNG COUPLE ON A BIKE IN CINESTYLE) થઈ રહ્યો છે. જેમાં એક યુવક પોતાની બાઇકની ટાંકી પર એક યુવતીને ઊંધી બેસાડીને ચલાવી રહ્યો છે. વિશાખાપટ્ટનમના ઉક્કુનગરમ મુખ્ય માર્ગ પર એક કાર સવાર દ્વારા આ યુવાન દંપતીની તોફાની હરકતો તેના મોબાઈલમાં કેદ કરવામાં આવી હતી. જે બાદ તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કપલને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. (YOUNG COUPLE VIRAL VIDEO IN ANDHRA PRADESH )
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST