Rain In Rajkot : રાજકોટમાં પ્રથમ વરસાદે ઘરોમાં ઘૂસ્યા પાણી, મનપાની કામગીરી થઈ ઉઘાડી - Rain In Rajkot
રાજકોટ : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કાળા ડિબાંગ વાદળા (Rain In Rajkot) સાથે મેઘરાજાએ મહેર કરી છે. સવારથી બપોર સુધી પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદને લઈને મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના મવડીમાં વિસ્તારની સોસાયટીઓમાં ગોઠણ સમા પાણી તેમજ કેટલાકના ઘરોમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. આ ઉપરાંત વાસવાણી રોડ, રૈયા રોડ, ધરમનગર વિસ્તારમાં દોઢ-દોઢ ફૂટ પાણી ભરાતા લોકો હેરાન બન્યા હતા. તો બીજી તરફ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે વીજળી ગુલ થતા (Gujarat Weather Prediction) અફરાતફરી મચી હતી. રાજકોટમાં જગત તાતમાં ખુશીની ફોરમ ફૂટી છે. પરંતુ, રહેઠાણ વિસ્તારમાં પાણી ઘુસી જતા લોકો ભારે હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. રાજકોટ ઝોન વાઈઝ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ (Gujarat Rain Update) રાજકોટમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઈંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST