ગુજરાત

gujarat

વ્યારા વિધાનસભા બેઠક ઉમેદવારનાં પ્રચારમાં ફગનસિંહ ફુલસ્તેનો આત્મવિશ્વાસ ઝળક્યો

By

Published : Nov 19, 2022, 5:00 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક ( Vyara Assembly Seat ) ના બાલપુર ગામે ભારત સરકારનાં કેન્દ્રીયપ્રધાન ફગનસિંહ ફુલસ્તે ( Fagansingh Fulste ) દ્વારા ભાજપ ઉમેદવાર મોહન કોંકણીનાં (BJP Candidate Mohan Konkani ) સમર્થનમાં જાહેર સભા સંબોધવામાં આવી હતી. આ બેઠક પર ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યકત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ( Gujarat Assembly Election 2022 ) શંખનાદ થઈ ચૂક્યો છે. કોંગ્રેસના ગઢમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવવા માટે હવે કમર કસી રહી છે. ત્યારે ભાજપનાં સ્ટાર પ્રચારકો આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. ફગનસિહ ફૂલસ્તેએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જે પ્રમાણે આ વિધાનસભા પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે પરંતુ આ પેહલા હું તાપી જિલ્લામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ( Birsa Munda Adivasi Gaurav Yatra ) વખતે હું આવ્યો હતો ત્યારે અપીલ કરી હતી ને અનુભવ કર્યો હતો કે આ વિધાનસભા ભાજપના ખાતામાં છે. અમારા ઉમેદવાર મોહન કોંકણીને આશીર્વાદ અહીંના લોકો આપશે. ગુજરાત મોડેલનો વિકાસ જે દેશમાં પોપ્યુલર છે જેને લઇને ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી જ છે. આખા ગુજરાતમાં 2017ની વિધાનસભા કરતા વધારે સીટ આવશે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details