ગુજરાત

gujarat

ETV Bharat / videos

Amreli News: જાફરાબાદના મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબી જતા મોત - hildren died after drowning in lake

🎬 Watch Now: Feature Video

જાફરાબાદના મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યા

By

Published : Aug 17, 2023, 2:29 PM IST

અમરેલીનાજાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજયા છે. જેના કારણે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. માણસા ગામમાં આવેલા ગોવિંદ સાગર તળાવમાં ન્હાવા પડેલા મિત માલાણી અને જયરાજ વાળા નામના બાળકો ડૂબી ગયા હતા.સ્થાનિક લોકોએ દ્વાર બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ પર સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરાતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી પંચરોજ કામ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બંને બાળકો માલઢોર ચરાવવા ગયા હતા. ત્યારે ન્હાવા પડ્યા બાદ આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.અમરેલીના ધારીના લાખાપાદર ગામની નદીમાં પણ થોડા દિવસો પહેલા ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બગસરાની સાતલડી નદીમાં પણ બે દિવસ પહેલા 1 વ્યકિતનું તણાઈ જવાના કારણે મોત નિપજ્યું હતું.

  1.  Snake bite : અરવલ્લીમાં અંધશ્રદ્ધાના કારણે એક માસમાં ત્રીજું મોત, જાણો સમગ્ર મામલો...
  2. Farmer family commits suicide : જૂનાગઢના સાંતલપુર ગામમાં ખેડૂત પરિવારે ઝેરી પ્રવાહી પીને આપઘાત કર્યો, 3ના મોત, 1 સારવાર હેઠળ

ABOUT THE AUTHOR

...view details