ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચાલતા ટ્રકમાં ડ્રાઈવરને પેરાલીસીસનો હુમલો આવ્યો, પોલીસની સમજણથી મોટી દુર્ઘટના ટળી - ચાલતા ટ્રકમાં ડ્રાઈવરને પેરાલીસીસનો હુમલો આવ્યો

By

Published : Dec 15, 2022, 7:19 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ભિલાઈ(છતીસગઢ): દુર્ગ રાયપુર હાઈવે પર અવારનવાર થતા અકસ્માતોને કારણે ચોકડીઓ પર ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસ દુર્ગ રાયપુર હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારબાદ બુધવારે સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ, પેટ્રોલિંગ ટીમે નહેરુ નગરમાં પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકને લથડાતો જોયો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા હતી કે ડ્રાઈવર દારૂ પીને ટ્રક ચલાવી રહ્યો હતો. જે બાદ પેટ્રોલિંગ ટીમે ટ્રકનો પીછો કર્યો હતો. જ્યારે ટીમે ટ્રકને રોકી તો જાણવા મળ્યું કે ટ્રક ચાલકને પેરાલિસિસનો હુમલો થયો છે. (driver got paralysis attack )ટ્રક ચાલક પર લકવાનો હુમલો થતાં ટ્રક ચાલક ટ્રક પર કાબુ રાખી શક્યો ન હતો. પેટ્રોલિંગ ટીમે તરત જ ડ્રાઈવરને ટ્રકમાંથી નીચે ઉતાર્યો હતો. તરત જ તેને પ્રાથમિક સારવાર આપી આરામ કરાવ્યો. (truck Driver got paralysis attack while driving )ત્યારબાદ ડ્રાઈવરને તાત્કાલિક સુપેલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આ રીતે હાઈવે પેટ્રોલીંગની સમજદારીના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો અને ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details