ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં PM મોદીની સભા માટે બહાર ઉંચુ કટાઉટ થયું ટાઉન ઓફ ધ ટોક - રસ્તા અને સ્વચ્છતાની પુરતી તૈયારીઓ

By

Published : Jun 16, 2022, 9:39 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરામાં 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi meeting in Vadodara ) આવના છે. લેપ્રસી ગ્રાઉન્ડમાં(Leprosy Ground in Vadodara) મોટી જનમેદનીને સંબોધન કરશે. આજે સવારે પીએમ મોદીનું 71 ફુટ ઉંચુ લગાડવામાં આવેલા કટાઉટ સાંજ ઢળે તે પહેલા જ ફાટી ગયું છે. જેને કારણે તંત્ર દ્વારા કરવામાં આવતી કચાશની પોલ ખુલી જવા પામી છે. 18 જૂનના રોજ પીએમ મોદીને આવકારવા(PM Modi Visit Gujarat) માટે વડોદરા થનગની રહ્યું છે. જનસભા છે ત્યાં રોડ, રસ્તા અને સ્વચ્છતાની પુરતી તૈયારીઓ(Adequate road and sanitation preparations) પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સવારે મેયરે વિવિધ જગ્યાઓ પર કરવામાં આવેલી રંગોળી અને કટાઉટનું નિરીક્ષણ કર્યું હતું જો કે, આ કટાઉટ મુકવું 24 કલાક પણ ટક્યું નહીં. સાંજે 4 વાગ્યાની આસપાસ કટાઉટનો ઉપરનો ભાગ ફાટી ગયો હતો. સ્થાનિકોના મતે આટલું મોટું માળખું બનાવતી વખતે ચોમાસાની સ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. શનિવારે 5 લાખ લોકો PM મોદીની સભામાં હાજર રહેશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સારુ દેખાડવા માટે તૈયાર કરવામાં આવેલું પોસ્ટર ફાટી જવાથી મજાકનો વિષય બની જાય તેમ નકારી શકાય નહિ. હવે આ માળખા પર નવું પોસ્ટર લાગે છે કે બીજું કંઈક થાય છે તે જાણવું રસપ્રદ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details