Punjab News: ચહેરા પર ત્રિરંગો દોર્યો હોવાથી છોકરીને સુવર્ણ મંદિરમાં પ્રવેશ ન અપાયો, કહ્યું- આ ભારત નથી, પંજાબ છે - ચહેરા પર ત્રિરંગો હોવાને કારણે મંદિરમાં પ્રવેશ નહિ
પંજાબ: અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરીને તેના ચહેરા પર ત્રિરંગો હોવાને કારણે પ્રવેશતા અટકાવવામાં આવી હતી. કારણ કે છોકરીએ તેના ચહેરા પર ત્રિરંગો દોર્યો હતો. તેને SGPC કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે આ ભારત નથી, આ પંજાબ છે.
ખૂબ જ શરમજનક બાબત: મામલો ઉગ્ર બન્યા બાદ SGPCનું નિવેદન પણ સામે આવ્યું છે. SGPC અધિકારી ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે જો કોઈનું દિલ દુભાયુ હોય તો અમે તેની માફી માંગીએ છીએ. આ સાથે ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે આ ખૂબ જ શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે લોકો ટ્વિટ કરી રહ્યા છે અને ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી રહ્યા છે. અહીં આવનારા તમામ દેશ-વિદેશના લોકો તેમનું સન્માન કરે છે. દેશની આઝાદીમાં શીખોએ મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ હજુ પણ દરેક વખતે શીખોને નિશાન બનાવવામાં આવે છે.
આ પણ વાંચો:Bathinda Military Station Firing: ભટિંડા મિલિટરી સ્ટેશનમાં થયું ફાયરિંગ, આજે બપોરે થશે ખુલાસો
ચોક્કસ હેતુથી પોસ્ટ કરાયો વીડિયો: તેમણે કહ્યું કે 'જે કોઈ ભક્તને દુઃખ થયું હોય તેના માટે હું માફી માંગુ છું, પરંતુ શીખોએ આ ત્રિરંગા માટે સૌથી વધુ બલિદાન આપ્યું છે. તેના વિશે કોઈ વાત કરતું નથી. ખાલિસ્તાનના નામે શીખોને વહેંચવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે 'આ વિડિયો ટ્વિટર પર ચોક્કસ હેતુથી પોસ્ટ કરવામાં આવ્યો છે. હું તેના વિશે કશું કહી શકું તેમ નથી.