ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપીના લખાલી ગામનો લો લેવલ પુલ પાણીમાં થયો ગરકાવ, 8 જેટલા ગામો થયા સંપર્ક વિહોણા - તાપીમાં કોઝવે ડૂબ્યો

By

Published : Jul 13, 2022, 9:20 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

તાપીઃ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગામોમાં અનેક પરિવારો મુશ્કેલીનો (Massive Rainfall Affected Area) સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધોધમાર (Incessant Rainfall) વરસાદ વર્ષી રહ્યો છે. મેઘરાજાની આ ધમાકેદાર ઈનિંગને લઈ ઠેર ઠેર જળબંબાકારની (Waterlogged in Gujarat Village) સ્થિતી સર્જાઈ છે. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પર પાણી ભરાઈ (Main Road Sink) ગયા છે. જેના પરિણામે વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વ્યારા તાલુકાના 8 થી વધુ ગામોને જોડતો લખાલી ગામનો લો લેવલ કોઝવે પાણીમા ગરક થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરક થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ. કોઝવે પાણીમા ગરક થઈ જતા ઘણા ગામો સંપર્ક વિહોણા બનતા નોકરિયાત વર્ગો તેમજ કામધંધાર્થે જનારાઓએ ઘરે બેસવાની નોબત આવી હતી.વારંવારની તંત્રને રજુવાત છતા આ લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ ન બનાવાતા સંપર્ક કપાતાં ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી નીકળતી નદીઓ બેઉ કાંઠે છલકાઈ ઉઠી છે. નદીઓમા પુર આવતા તેમાંથી નીકળતા નાળા અને કોતરો પણ છલકાઈ ઉઠ્યા હતા. જેના પરિણામે નદી અને ખાડી તેમજ કોતરો પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરક થઈ ગયા હતા.નદીમાં આવેલ પૂરના પરિણામે અનેક એવા અંતરિયા ગામના વિસ્તારો હાલાકી પુલના અભાવે હાલાકી વેઠી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details