ગુજરાત

gujarat

Tamil Nadu native has been arrested in the case of killing a young man by pushing him from a running train

ETV Bharat / videos

તમિલનાડુના વતની યુવકની ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને હત્યા કરવાના કેસમાં ધરપકડ - undefined

By

Published : Mar 7, 2023, 7:48 PM IST

Updated : Mar 7, 2023, 7:55 PM IST

કોઝિકોડ:એક સાથી મુસાફરે ચાલતી ટ્રેનમાંથી એક યુવકને ધક્કો મારીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં રેલવે પોલીસે તમિલનાડુના શિવગંગાના વતની સોનાઈ મુથુ (48)ની ધરપકડ કરી હતી. આ ઘટના કોઝિકોડ જિલ્લાના કોયલંદીમાં બની હતી. યુવક પર હુમલો કરીને તેને ટ્રેનમાંથી બહાર ધકેલી દેવાનો મોબાઈલ વીડિયો સામે આવ્યો છે. મૃતકની ઓળખ થઈ શકી નથી. તે પરપ્રાંતિય કામદાર હોવાનું પ્રાથમિક તારણ છે. ટ્રેનની મુસાફરી દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને બાદમાં સોનાઈ મુથુએ તેને ધક્કો મારીને બહાર કાઢ્યો. જ્યારે અન્ય મુસાફરો દ્વારા જાણ કરવામાં આવતા ટ્રેન કોઝિકોડ પહોંચી ત્યારે રેલવે પોલીસે મુથુને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરનાર આરોપીએ યુવક પર શા માટે હુમલો કર્યો તે સ્પષ્ટ કર્યું નથી. સોનાઇ મુથુએ જુબાની આપી હતી કે તે હત્યા કરાયેલ યુવકને ઓળખતો નથી. પોલીસનું કહેવું છે કે બંને નશામાં હતા. મૃતક યુવકના મૃતદેહને કોઝિકોડ મેડિકલ કોલેજના શબઘરમાં રાખવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલુ છે.

આ પણ વાંચોNavsari Crime : પહેલો સગો પાડોશી! ભાજપના પૂર્વ પ્રમુખનો બ્રધર્સ ચોકી કરતા ઝડપાયો

Last Updated : Mar 7, 2023, 7:55 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details