આ તે કેવી મજબુરી, સ્કૂલે જવા માટે નદીના પાણીમાંથી જવું ફરજિયાત
રાયચુર: કર્ણાટક રાયચુર જિલ્લાના (Karnataka Raichur Devargudi village) દેવરગુડી ગામમાં યોગ્ય માર્ગ અને પુલ વિના નદી પાર કરીને વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચી રહ્યા છે. સ્કૂલ સુધી પહોંચવા માટે મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. દેવરગુડી ગામના બાળકો માટે દરરોજ સવારે શાળાએ જવું એ ભારે જોખમી (Risks by Crossing Water Course) બની ગયું છે. વિદ્યાર્થીઓ પાસે આને પાર કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. વિદ્યાર્થીઓ રોલઅપ કરે છે અને તેમના પેન્ટ ઉપર ચડાવીને પાણીમાં ઊતરે છે. પછી આ નદી પાર કરે છે. આ ગામડાના વિદ્યાર્થીઓ સિંધનુરુ શહેર સુધી પહોંચવા માટે દરરોજ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે, ગ્રામીણો અહીં પુલ બનાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST