Somnath Mahadev: સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો રુદ્રાક્ષનો શણગાર, દર્શન કરીને શિવભક્તો થયા ભાવવિભોર
Published : Sep 5, 2023, 7:05 AM IST
સોમનાથ:શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે જ્યોતિર્લિંગ સોમેશ્વર મહાદેવને 50 હજાર રુદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. શણગારના દર્શન કરીને શિવભક્તોએ ભારે આસ્થા સાથે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારની ઉજવણી કરી હતી. વિશેષ યોજાયેલા યજ્ઞમાં 13 હજાર જેટલી આહુતિ પણ આપવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક શ્રાવણ મહિનાના સોમવારે વહેલી સવારે 4:00 વાગ્યાથી લઈને રાત્રીના દસ વાગ્યા સુધી નિજ મંદિર પ્રત્યેક શિવ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે .સાંજ સુધીમાં 35 હજાર શિવભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે સાથે રુદ્રાભિષેક, પૂજા, ગંગાજળ અભિષેક તેમજ 40 નૂતન ધ્વજારોહણ અને 42 જેટલી સોમેશ્વર મહાપૂજામાં શિવ ભક્તો જોડાયા હતા.