ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ તે કેવું બર્થ ડે સેલિબ્રેશન! કેક કાપ્યા બાદ પટ્ટાથી માર માર્યો - Social Media Viral Video

By

Published : Aug 8, 2022, 5:21 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

લખનૌઃ ઉત્તર પ્રદેશના મહાનગર લખનૌના હઝરતગંજના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી (સિવિલ) હોસ્પિટલનો (Dr Shyama Prasad Mukherjee (Civil) Hospital lucknow) એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના એક કર્મચારીનો જન્મદિવસ ઉજવવામાં (Birthday Viral Video Social Media) આવી રહ્યો છે. વીડિયોમાં તમામ કર્મચારીઓ દેખાય છે. જે કર્મચારીનો જન્મદિવસ છે તેના ચહેરા પર અન્ય (Birthday Celebration Viral Video) કર્મચારીઓએ કેક લગાવી છે. આ દરમિયાન, ફાર્મસીના ઈન્ટર્ન કેક કાપ્યા પછી એકબીજાને બેલ્ટ વડે મારતા જોવા મળે છે. આ વીડિયો રવિવારનો હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. આનંદ ઓઝાએ જણાવ્યું હતું કે રવિવારે સિવિલ હોસ્પિટલના પરિસરમાં એકબીજાને બેલ્ટ વડે મારવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં હોસ્પિટલ સ્ટાફ રાત્રે પાર્ટી કરતા જોવા મળ્યા છે. આ વીડિયોમાં હોસ્પિટલમાં હાજર ગાર્ડથી લઈને ઈમરજન્સી અને ઓપીડી સ્ટાફ પણ નજરે પડે છે. જન્મદિવસની કેક કાપ્યા બાદ લોકો એકબીજાને બેલ્ટ વડે મારતા જોવા મળ્યા છે. હોસ્પિટલની ઓપીડીમાં રાત્રે 12 વાગે આ પાર્ટી ચાલી રહી હતી. આ ગંભીર બાબત છે. આ મામલામાં દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વીડિયોમાં દેખાતા તમામ ઈન્ટર્ન કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details