ગુજરાત

gujarat

ETV Bharat / videos

Everest Base Camp : સાત વર્ષની સાનવી સૂદે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવાનો બનાવ્યો રેકોર્ડ - એવરેસ્ટ બેઝ કેમ્પ રેકોર્ડ

By

Published : Jun 11, 2022, 10:26 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ચંદીગઢ : રોપરની સાત વર્ષની સાનવી સૂદે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ (Everest Base Camp) પર પહોંચીને નવો ઈતિહાસ રચ્યો છે. રોપરની રહેવાસી સાનવી સૂદ એવરેસ્ટ બેઝ કેમ્પ પર (Sanvi Sood Everest Base Camp) ભારતીય ધ્વજ ફરકાવનાર ભારતની સૌથી નાની છોકરી છે. ઓછા ઓક્સિજનમાં ઠંડા અને જોરદાર પવનને સહન કરતી સાનવીએ ચુસ્ત અને મુશ્કેલ રસ્તાઓમાંથી પસાર થઈને લગભગ 65 કિમીનો આ ટ્રેક નવ દિવસમાં પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સાનવી સૂદે 5364 મીટરની ઊંચાઈ સર કરીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. મોહાલીની યાદવેન્દ્ર સ્કૂલની બીજા ધોરણની વિદ્યાર્થીની સાનવી સૂદની ભાવનાને દરેક વ્યક્તિ સલામ કરી રહ્યો છે. આ સફળતા હાંસલ કરતી વખતે સાનવી સંપૂર્ણપણે થાકી ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે સૌથી નાની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ (Base Camp on Mount Everest) પર પહોંચીને ભારત અને પંજાબનું નામ રોશન કરનાર સાનવી સૂદને સરકાર કેવી રીતે પ્રોત્સાહિત કરશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details