Somnath Mahadev: શ્રાવણી પૂનમના અવસરે સોમનાથ મહાદેવને તલનો શણગાર - Junagadh somnath shringar
Published : Aug 30, 2023, 10:26 PM IST
|Updated : Aug 30, 2023, 10:56 PM IST
ગીર સોમનાથ:શ્રાવણી પૂર્ણિમાના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને તલના શણગારથી શોભાયમાન કરાયા હતા. સનાતન ધર્મની પરંપરા અનુસાર તલનું દ્રવ્ય મનોકામના પૂર્ણ કરનારની સાથે પ્રત્યેક વ્યક્તિની ગ્રહ પીડાને દૂર કરનારું પણ માનવામાં આવે છે. ત્યારે આજે રક્ષાબંધન જેવા પાવન પર્વને લઈને મહાદેવને તલ અર્પણ કરીને શિવ ભક્તો પણ ભારે ભાવવિભોર થયા હતા. ત્યારે આજે વિશ્વ શાંતિ અને ભારતવર્ષ પ્રગતિના પંથ પર રહે તે માટે પ્રાર્થના સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના પૂજારીઓ અને પંડિતો દ્વારા મહાદેવ પર તલનો શણગાર કરવામાં આવ્યો હતો. જેની સાથે ગુલાબ, ગલગોટા સહિત અન્ય પુષ્પોનો શણગાર પર મહાદેવને કરાયો હતો. જેના દર્શન કરીને શિવભક્તોએ શ્રાવણી પૂનમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.