ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોટી સર્જરી માટે હવે મુંબઈ નહીં જવું પડે, ભિલાડમાં રોબો સર્જરી શરૂ - Shreeji hospital Bhilad

By

Published : Aug 9, 2022, 7:47 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

વલસાડઃ વલસાડ જિલ્લાના દર્દીઓએ રોબોટિક સર્જરી (Robotic Surgery in Valsad) માટે સુરત અથવા મુંબઈ જવું પડતું હતું. પણ હવે સારવાર હેતું મુંબઈ જવું નહીં પડે. ભિલાડ પાસે આવેલી એક (Private Hospital in Bhilad) ખાનગી શ્રીજી હોસ્પિટલમાં રોબોટિક સર્જરીથી (Robotic Surgery Bhilad Private hospital) સારવારની શરૂઆત કરવામાં આવી છે. અહીં UK થી મેડિકલ ક્ષેત્રે હર્નિયા, પિત્તાશયની પથરી અને hysterectomy surgery કરી શકતા રોબોટિક મશીનને (Robotic Machine from UK) મંગાવી સર્જરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ પ્રકારના 12 કેસમાં સફળતા પ્રાપ્ત થઈ છે. શ્રીજી હોસ્પિટલ ના ડાયરેકટર અને એસોસિએશન ઓફ રોબોટિક એન્ડ ઇનોવેટિવ સર્જન ના એક્સઝીક્યુટિવ મેમ્બર, જનરલ સર્જન રાજેશ શ્રીવાસ્તવે આ પગલું ભર્યું છે. રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 12 સફળ સર્જરી કરવામાં આવી છે. એક તબીબ જ્યારે દર્દીના શરીરમાં ઓપરેશન કરે ત્યારે હાથની મુવમેન્ટ વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. ચીરફાડ વધુ કરવી પડે છે. જ્યારે આ સર્જરીમાં ખૂબ જ ઓછી જગ્યામાં ચોકસાઈ પૂર્વકથી સર્જરી કરી શકાય છે. તબીબ દર્દીના શરીરને અડક્યા વિના જ રોબોટિક કમ્પ્યુટરના માધ્યમથી વિવિધ કમાન્ડ આપી સર્જરી કરે છે. જેનાથી દર્દીને દુખાવો ખૂબ જ ઓછો થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details