સપા નેતા માંડ માંડ બચ્યા, મારી નાખવાના ષડયંત્રનો આરોપ - જીલ્લા પ્રમુખ કાર અકસ્માત
મૈનપુરી: મૈનપુરી જિલ્લામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેને જોઈને બઘાની આંખો ખુલ્લી જ રહી છે. રવિવારે મોડી રાત્રે સદર કોતવાલીના ભદાવર હાઉસની સામે એક ઝડપી ટ્રકે સપા જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવની કારને ટક્કર મારી (Mainpuri car accident) હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રક કારને લગભગ 200 મીટર સુધી ખેંચી ગઈ. જોકે, આ અકસ્માતમાં સપાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર સિંહ યાદવ આબાદ બચી ગયા હતા. અકસ્માત થયો ત્યારે દેવેન્દ્ર સિંહ યાદવ કારમાં એકલા હતા. સપા જિલ્લા પ્રમુખ કારમાં કરહાલ રોડ પરના તેમના નિવાસસ્થાને જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ કોઈકનું ષડયંત્ર છે. મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સપા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર સિંહ યાદવે સદર કોતવાલી ખાતે ફરિયાદ નોંધાવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST