Diwali 2023: રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજ્યની જનતાને પાઠવી દિવાળી અને નવા વર્ષની શુભકામના - શક્તિસિંહ ગોહિલ
Published : Nov 12, 2023, 12:46 PM IST
|Updated : Nov 12, 2023, 12:58 PM IST
નવી દિલ્હી: રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વ્યક્તિગત અને ગુજરાત કોંગ્રેસ પક્ષ વતી રાજ્યની જનતાને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવી છે. શક્તિસિહ ગોહિલે એક વીડિયો શેર કરીને રાજ્યની જનતાને દીવાળી અને બેસતા વર્ષની મંગલ શુભકામના પાઠવી છે. પોતાના વીડિયો સંદેશમાં તેમણે લોકોને, આગામી નવું વર્ષ પ્રગતિ, આનંદ અને આરોગ્યકારી સહિત ભરપૂર ધનધાન્યથી સંપૂર્ણ સુખમય બની રહે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સહિત દેશભરમાં દિવાળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે, જોકે દિવાળી બાદ શરૂ થતું ગુજરાતીઓનું નવું વર્ષ રાજ્યભરમાં ખુબ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, લોકો આ દિવસે પત્રો દ્વારા, રૂબરૂ કે ફોન દ્વારા પોતાના સ્નેહીજનો, પરિવારજનો તેમજ મિત્રોને નૂતન વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવે છે.