5 ટર્મથી કોંગ્રેસનો ગઢ રહેલી બેઠક પર રાજેન્દ્રસિંહનો ફરી જીતનો દાવો - rajendra parmar
બોરસદ(આણંદ): ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) દરેક રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં છે. ત્યારે બોરસદ વિધાનસભા બેઠક(borsad legislative assembly) માટે રાજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. રાજેન્દ્રસિંહ પરમાર અમુલના વાઇસ ચેરમેન(Vice Chairman of Amul) છે. બોરસદ છેલ્લા પાંચ ટર્મથી કોંગ્રેસનો ગઢ રહ્યું છે. આઝાદી પછી આજ દિન સુધી કોંગ્રેસ પક્ષ સિવાય કોઈ અન્ય પક્ષના ઉમેદવાર અહીં ચૂંટાઈને આવ્યા નથી. ત્યારે 2022ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમારે સમર્થકોને કોંગ્રેસને વિજયી બનાવવા આહવાન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રજામાં કોંગ્રેસ વચ્ચેની લોકશાહના વધી રહી છે. આગામી પરિણામના દિવસે કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં સરકાર બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST