ઉપલેટામાં વરસાદી પાણી ખેતરોમાંથી ઓસર્યા બાદ થયું આટલું નુકસાન - Upleta town of Rajkot district
રાજકોટ: શહેરના ઉપલેટા પંથકમાં પડેલા વરસાદ બાદ ચોમાસુ પાકને નુકસાન(Rainwater Damage in Upleta) થયું હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે પડેલા વરસાદને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર(Upleta town of Rajkot district) તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા અંદાજે આઠ દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેને લઈને ઉપલેટાના ખેડૂતોના ખેતરોમાં વરસાદને લઈને પાણીનો ભરાવો થતાં ચોમાસા માટે વાવેતર કરેલા પાકને નુકસાની(Damage to planted crops) થઈ હોવાનું સામે આવ્યું છે. વરસાદને લઈને ચોમાસુ સિઝનના મગફળી કપાસ સહિતના ચોમાસુ પાકને નુકસાન થયું છે. જેમાં ઘણા ખેડૂતોનો ખેતરમાં રહેલો પાક નાશ પામ્યો છે. ઘણા ખેડૂતોનો પાક બળીને ખાક થઈ ચૂક્યો છે. આ અંગે ખેડૂતો હાલ સરકાર સહાય(Farmer Demand Assistance towards Government) કરે તેવી આશા ખેડૂતોએ સરકાર પાસે વ્યક્ત કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST