ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડ્રોનની નજરે પ્રમુખસ્વામી નગર, બાલનગરી સહિતની સુંદર રચનાઓના મનોરમ્ય દ્રશ્યો નિહાળો

By

Published : Dec 21, 2022, 7:25 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday )ના મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી (PSM100 2022) નિમિત્તે અમદાવાદમાં બનાવાયેલું પ્રમુખસ્વામી નગર (Pramukh swami Nagar) તેની સુંદર રચનાઓને લઇને હરિભક્તો સહિતના મુલાકાતીઓનું મન મોહી રહ્યું છે. નયનરમ્ય કલાકૃતિઓ દ્વારા આધ્યાત્મિકતા, ધર્મ અને સંસ્કૃતિનો સમન્વય સાધતા આ નગરને 600 એકર જમીનમાં ખડું કરવામાં આવ્યું છે.બીએપીએસ (Ahmedabad BAPS )રચિત પ્રમુખસ્વામી નગરની મુલાકાતે 14 જાન્યુઆરી 2023 સુધીના સમયમાં જઇ શકાશે. નગરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે જે માટે 80,000 સ્વયંસેવકો દિનરાત સેવા આપી રહ્યાં છે. આ નગરમાં મુખ્યતઃ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન, તેમના કાર્યો, સંદેશાઓને વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. પ્રમુખસ્વામી નગરમાં બનાવાયેલી બાળનગરી (Balnagri of Pramukh Swami Nagar in Ahmedabad ) લોકો માટે સૌથી મોટું આકર્ષણ બની રહી છે. આ વિડીયોમાં જૂઓ ડ્રોનની નજરે પ્રમુખસ્વામી નગર (Pramukh swami Nagar Drone View)નું વૈવિધ્ય
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details