ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસના નામે ઓળખાશે - અક્ષરધામ એક્સપ્રેસ

By

Published : Jan 2, 2023, 10:36 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

અમદાવાદ : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત (Ashwini Vaishnaw visit Ahmedabad) રહ્યા હતા. તેમણે પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ તકે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સત્તાવાર જાહેરાત કરી હતી કે, અમદાવાદ દિલ્હી વચ્ચે દોડતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ હવે પછી અક્ષરધામ એક્સપ્રેસ હશે. અશ્વિની વૈષ્ણવે મહંત સ્વામી અને બીજા સ્વામીનારાયણના સંતોની ઉપસ્થિતિમાં જ આ જાહેરાત કરી હતી. તેને સૌ સંતોએ તાલીઓના ગડગડાટથી વધાવી હતી. (pramukh swami maharaj shatabdi mahotsav Ashwini Vaishnaw)
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details