Porbandar Viral Video: ગાંધીભૂમિમાં દારૂબંધીનો કાયદો અભરાઇ પર, જાહેર માર્ગ દારૂની રેલમછેલ - વિડીયો
Published : Jan 6, 2024, 4:57 PM IST
પોરબંદર: ગુજરાત રાજ્ય તેની દારુબંધીના કારણે દુનિયામાં વિશિષ્ટ છાપ ધરાવે છે તેમાં મહાત્મા ગાંધીની આજીવન મહેનત કામે લાગી હતી. જોકે હાલમાં જ જ્યારે ગુજરાત સરકારે દારુબંધીને કાયદાકીય રીતે પણ હળવી કરી પાટનગર ગાંધીનગરની ભવ્ય ઇમારતમાં દારુ પીવાની છૂટ આપી દીધી છે. ત્યારે પોરબંદરમાં જાહેર માર્ગ દારુની રેલમછેલ જોવા મળી રહી હતી. ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર શહેરના જાહેર માર્ગ પર દેશી દારૂની કોથળીઓ ઊડતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવાન બોલી રહ્યો છે કે અમે દારૂ પકડીએ છે પણ પોલીસ પકડતી નથી. પોરબંદરમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું હોવાનું વીડિયો માં જોવા મળી રહ્યું છે. પોલીસ ચોપડે પણ દેશી દારૂના અનેક ગુન્હાઓ દાખલ થતા હોવા છતાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગાંધી ભૂમિ પોરબંદરમાં શું દારૂ વેચનારાઓને પોલીસનો ડર નથી તેવા અનેક સવાલો ઉભા થાય છે. જોકે ઇટીવી ભારત પુષ્ટિ નથી કરતું.