ગુલાબી ઠંડીમાં ચોરે શીખંડમાં હાથ નાખીને ચમત્કાર બતાવ્યો, ઘટના CCTVમાં કેદ - Navsari Crime News
નવસારી શહેરની મધ્યમાં જૂનાથાણા વિસ્તારમાં શ્રીરામ ડેરીમાં ગત રાત્રે 12 વાગ્યેના આરસમાં (theft case in Navsari) એક ચોરે અંજામ આપ્યો છે. ચોર દુકાનમાં એકજ સાઈડ મારેલા તાળા વાળું શટલ ઉચકીને (Theft in Junathana area) દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ચોર પોતાનો મૂળ ધ્યેયને છોડી પેટ પૂજા કરવા માટે દુકાનમાં રાખેલ લસ્સી ગટગટાવીને ત્યારબાદ શ્રીખંડ ટેસ્ટથી આરોગી પોતાની ભૂખ સંતોષી હતી. બાદ ચોર પોતાના અસલ ધ્યેય પર આવી ગલ્લામાં પડેલી લક્ષ્મી પર હાથફેરો કરી અંદાજિત 10,000 રોકડા લઈ રફુચક્કર થઈ ગયો હતો. સવારે જ્યારે દુકાનના કર્મચારીએ દુકાન ખોલી અંદર આવતા દુકાનમાં વેર વિખેર પડેલી વસ્તુઓ જોઈને કર્મચારીને કઈ અજુગતું થવાની (Navsari shop theft) શંકા જતા તેણે દુકાનના માલિક સારંગ બારોટને ફોન કરી સમગ્ર વાત કરી હતી. દુકાનના માલિકે દુકાને પહોંચી ગલ્લો ચેક કરતા ગલ્લામાં રોકડ રકમના હતી. ત્યારબાદ દુકાનના માલિકે CCTV ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. આ બાબતે દુકાન માલિકે ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. (Navsari Crime News)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST