માલ લઈને આરામથી જઈ રહેલા ચોરોને પોલીસ નડી - નવસારી પોલીસ
નવસારી જિલ્લામાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. ચોરો ચોરીમાં (theft case in Navsari) સામાન્ય રીતે સોના ચાંદીને છોડીને અન્ય વસ્તુઓ તરફ પોતાનો હાથ ફેરો કરી રહ્યા હોય તેઓ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીખલી તાલુકામાં દેગામ પાસે આવેલી વારી એનર્જી લિમિટેડ કંપનીમાંથી ગઈકાલે ચોરોએ સોલારના ફોટો વોલ્ટિક સેલના 96 જેટલા બોક્સ કારમાં ભરીને (Degam village stolen) ત્રણ શખ્સો જઈ રહ્યા હતા. ચાસા ગામેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ ઇકો કારને શંકાને આધારે ઉભી રાખી તપાસ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે સોલારના ફોટો વોલ્ટેક સેલના 96 જેટલા બોક્સ અને કાર મળી 1 કરોડ 40 લાખ 25 હજાર 525 રૂપિયાનો મુદ્દામાલ કબજે (Navsari Police) કર્યો હતો અને આરોપીઓ મનીષ નાયકા, મિલન શંકર ,ધોડિયા પ્રિતેશ વિજય, ધોડિયાને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (Navsari Crime Case)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST