ગુજરાત

gujarat

pm-modi-to-visit-rajkot-address-crowd-of-lakhs-finalize-preparations

ETV Bharat / videos

PM Modi Visit Gujarat: પીએમ મોદી રાજકોટના પ્રવાસે, લાખોની જનમેદનીને સંબોધશે, તૈયારીઓને આખરી ઓપ - પીએમ મોદી રાજકોટના પ્રવાસે

By

Published : Jul 27, 2023, 12:34 PM IST

રાજકોટ:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે. મળેલી માહિતી અનુસાર ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કુલ 2500 એકરથી વધુ જમીન પર કરવામાં આવ્યો છે. તેમાં 1400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓ છે. રાજકોટના આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણમાં આશરે 1500 કરોડનો ખર્ચ કરાય છે અને તેનો રનવે 3000મીટર લાંબો છે, જેથી ભવિષ્યમાં અહીં મોટા વિમાનો પણ ઉતરી શકશે. પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદી મોટી જનસભાને સંબોધન કરશે. એરપોર્ટ પર ઉતરાણ કરીને એક રોડ શૉ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છ. ત્યારબાદ સભાસ્થળે જશે અને લોકોને સંબોધન કરશે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. જે મુજબ PM મોદીના હીરાસર એરપોર્ટ અને સભા એમ બે કાર્યક્રમ યોજાશે. PMના કાર્યક્રમને લઈને કુ 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશ. જેમાં એક પોલીસ કમિશનર, 4 DCP, 5 SP, 18 ACP બંદોબસ્તમાં રહેશે. 

  1. PM Modi To Visit Gujarat: આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં, રેસકોર્સમાં મહાસભા
  2. PM Kisan Yojana: ખેડૂતોને ખુશ ખબર, આજે PM કિસાનનો 14મો હપ્તો જાહેર થશે

ABOUT THE AUTHOR

...view details