ગુજરાત

gujarat

ETV Bharat / videos

PM મોદી કહ્યું ગેરકાયદેસર બાંધકામ કરનાર ચુ કે ચા કર્યા વગર મેદાન છોડીને ભાગી ગયા - PM Modi speech in Jamnagar

By

Published : Oct 11, 2022, 1:24 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

જામનગર વડાપ્રધાન મોદીનો જામનગરમાં ભવ્ય (PM Modi Jamnagar visit) રોડ શો યોગ્ય બાદ જાહેર સભાને સંબોધી હતી. સભાને સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર (PM Modi meeting in Jamnagar) પટેલના વખાણ કર્યા હતા. PM મોદીએ જણાવ્યું હતું કે, દરિયા કિનારે એટલે કે બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તેનું રાતોરાત ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર ચુ કે ચા કર્યા વગર મેદાન છોડીને ભાગી ગયા છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્રની જોડીએ (PM Modi speech in Jamnagar) ગુજરાતમાં કમાલ કરી છે. આ ઉપરાંત જામનગરમાં 1500 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. જાહેર સભામાં સમગ્ર હાલાર પંથકના લોકો જોવા મળ્યા હતા અને PM-CMનું અભિવાદન ઝીલ્યું હતું.(PM Modi Jamnagar visit Road show)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details