Cricket World Cup 2023: પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, ભારે બંદોબસ્ત વચ્ચે હોટેલ હયાતમાં રોકાશે - ભારે બંદોબસ્ત વચ્ચે હોટેલ હયાતમાં રોકાશે
Published : Oct 11, 2023, 7:51 PM IST
અમદાવાદ: વર્લ્ડ કપ 2023 ની હાઈ વોલ્ટેજ મેચ એટલે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે 14 ઓક્ટોબરે મુકાબલો થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદથી અમદાવાદની હયાત હોટલ ખાતે આવી પહોંચી છે. મળેલી માહિતી અનુસાર આવતીકાલે ટીમ ઈન્ડિયા પણ આવી પહોંચશે. ક્રિકેટ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની હયાત હોટેલમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહા અથડામણ પહેલા અમદાવાદમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની અથવા ભારત-પાકિસ્તાન મેચ પહેલાનો અદભૂત સંગીત સમારંભ કહી શકાય.