જામનગરમાં પોલીસ જવાનો માટે મોકડ્રિલ,RPFએ દેખાડ્યું ઓરિજિનલ એક્શન - જામનગર પોલીસ મોકડ્રીલનું આયોજન
જામનગર : પોલીસ હેડક્વાર્ટર ખાતે રેપિડ એક્શન ફોર્સ (Jamnagar Rapid Action Force) દ્વારા જામનગર પોલીસ જવાનોને હુલ્લડ રાયોટિંગ જેવી ઘટનાઓ વખતે કેવી રીતે કામગીરી કરવી તે અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. રેપીડ એક્શન ફોર્સના 100 જેટલા જવાનો મોકડ્રીલમાં જોડાયા હતા અને રેપિડ એક્શન ફોર્સના વડાએ પોલીસ જવાનોને વિસ્તૃત (Jamnagar police personnel) માહિતી આપી હતી. ખાસ કરીને સંવેદનશીલ શહેરોમાં રેપિડ એક્શન ફોર્સ ફરજ બજાવતી હોય છે. જે શહેરોમાં અવારનવાર કોમી હુલ્લડ અને રમખાણો થતા હોય છે, ત્યાં રેપિડ એક્શન ફોર્સ (Jamnagar Police) મહત્વની કામગીરી કરે છે. રેપિડ એક્શન ફોર્સના વડાએ જણાવ્યું કે, રેપીડ એક્શન ફોર્સ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે. ખાસ કરીને જવાનોને આકરી તાલીમ આપવામાં આવે છે. જેના કારણે વિકટ પરિસ્થિતિમાં પણ સારી રીતે ડ્યુટી નિભાવે છે. આમ, જ્યાં કોમી રમખાણ કે વિષમ પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય ત્યાં રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં શાંતિ સ્થપાય તેવી કામગીરી જવાનો કરતા હોય છે. (Rapid Action Force mock drill in Jamnagar)
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST