ગામના ગોપાલકો પશુઓ વચ્ચે બોમ્બ ફોડીને કરી નવા વર્ષની ઉજવણી - સાલ મુબારક
અરવલ્લી મોડાસા તાલુકામાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી (New Year in Modasa celebrated) કરવામાં આવી છે. મોડાસાના રામપુર ગામે પશુપાલક સમાજ દ્વારા પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ગોપાલક સમાજના વૃદ્ધ સૌ વહેલી સવારે ભગવાન કૃષ્ણના મંદિરે એકઠા થઈને આરતી કરે છે, ત્યારબાદ ગામના તમામ પશુધન મંદિર (happy new year 2022) આગળ લાવવામાં આવે છે. નાના બાળકો પશુઓની વચ્ચે ફટાકડા ફોડી પશુઓને ભડકાવે છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઈને પણ કોઈ જાતની ઈજાઓ કે નુકશાન થતું નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સૌ એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ સાથે અનોખી ઉજવણી સંદર્ભે એવી માન્યતા રહેલી છે કે, પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી ગામમાં વર્ષ દરમિયાન સુખાકારી રહે છે. ધંધા ખેતીમાં પ્રગતિ થાય છે, પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી. (firecrackers among cattle in Rampur village)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST