BTPથી છેડો ફાડીને AAPમાં, આ બેઠક પરનો ઉમેદવાર જાહેર - AAP candidate Ganadevi seat
નવસારી જિલ્લાની 176 ગણદેવી વિધાનસભા બેઠક (Navsari assembly elections) માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે પંકજ એલ પટેલની જાહેરાત કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે નવસારી જિલ્લાની ચાર વિધાનસભા સર કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની કમર કસી રહી છે, ત્યારે દરેક પક્ષ પોતાનો સક્ષમ ઉમેદવાર (Assembly seat in Navsari) મેદાનમાં ઉતારશે. જેને લઇને આગામી નવસારી જિલ્લાની 176 ગણદેવી વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પંકજ એલ પટેલની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ પંકજ પટેલની વાત કરીએ તો પંકજ પટેલ ગણદેવી આદિવાસી સમાજના આગેવાન તરીકે BTPના પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલમાં જ BTP થી છેડો ફાડી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. AAP candidate Ganadevi seat, Gujarat Assembly Elections
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST