Navratri 2023: અદ્ભુત, અલૌકિક, અકલ્પનીય! છેલ્લાં 25 વર્ષથી માથે 7 કિલોના ગરબા મૂકી મહિલાઓ કરે છે માતા રાનીની આરાધના - 7 kg garba on their heads
Published : Oct 16, 2023, 10:40 PM IST
સુરત:શક્તિના મહાપર્વ પર જ્યાં હાલ ડીજેના તાલે લોકો ગરબા રમે છે ત્યારે સુરત શહેરમાં ઉમિયાધામ મંદિરમાં આજે પણ પારંપારિક ગરબાની ઝલક જોવા મળે છે. આશરે 3-4 કિલોના બેથી ત્રણ ગરબા માથા ઉપર મૂકી મહિલાઓ મા આદી શક્તિની આરાધનામાં લીન જોવા મળે છે. અહીં મહિલાઓ પરંપરાગત સાડીમાં માતાજીના મંદિરના પટાંગણમાં આવે છે અને માથે બેથી ત્રણ ગરબા મૂકીને આરાધના કરે છે. સૌથી અગત્યની વાત છે કે આ ગરબા માટે તેઓ પ્રેક્ટિસ પણ કરતા નથી. છેલ્લા 25 વર્ષથી અહીં આવી જ રીતે પરંપરાગત ગરબા રમી રહ્યા છે. પાટીદાર સમાજની મહિલાઓ કુલ દેવી સામે ગરબા લઇ જ્યારે આવે છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે.