ચૂંટણી બ્યૂગલ ફૂંકાયું, મેગા રોડ શોમાં બહેનોને સાડી ભેટ - gifts sisters Saree at Morbi Road Show
મોરબી ચુંટણી બ્યુગલ ફૂંકતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મોરબીમાં મેગા (Road Show in Morbi) રોડ શો કર્યો હતો. મોરબીના સમય ગેટ શનાળા રોડથી શરુ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો. રોડ શોમાં ભારતીય સંસ્કૃતિ, ઋષિ પરંપરાને ઉજાગર કરતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ બહેનોને સાડી ભેટ આપવામાં આવી હતી. કાર, બાઈક અને ટ્રેક્ટર સહિતના વાહનો સાથે ભાજપ આગેવાનો, કાર્યકરો, મહિલાઓએ રોડ શો યોજી ચૂંટણી બ્યૂગલ ફૂંકાયું હતું. આ ઉપરાંત રોડ શો પૂર્વે પોલીસ (Morbi National President JP Nadda) હરકતમાં આવી હતી અને વિરોધ વંટોળ ના સર્જાય તે માટે કોંગ્રેસના આગેવાનો, વીસીઈ ઓપરેટર તેમજ કિસાન સંઘના આગેવાનો સહિતનાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. આ રોડ શોમાં CM ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, પ્રધાન બ્રિજેશ મેરજા અને સાંસદ મોહન કુંડારિયાની હાજર રહ્યા હતા. (JP Nadda Road Show in Morbi)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST