PM Modi Fun With Children: PM મોદીને ભેટી પડ્યા ભૂલકાઓ, PM મોદીએ વીડિયો કર્યો ટ્વિટ - PM Modi Fun With Children
દિલ્હી:નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને 3 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ 14 હજાર 500 જૂની શાળાઓને સ્માર્ટ બનાવવા માટે PM શ્રી સ્કીમનો પહેલો હપ્તો પણ રિલીઝ કર્યો. આ કાર્યક્રમ દરમિયાન PM મોદી બાળકોને મળ્યા હતા અને તેમની સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો હતો. બાળકો પીએમ મોદીને ભેટી પડ્યા હતા. જ્યારે પીએમ મોદીએ મને ઓળખો છો એવું પુછ્યું ત્યારે બાળકોએ કહ્યું કે અમે તમને ટીવી પર જોયા છે. પીએમ મોદી આ પ્રસંગે 12 ભારતીય ભાષાઓમાં શિક્ષણ અને કૌશલ્ય પરના પુસ્તકોનું વિમોચન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ ત્રણ વર્ષ પહેલા લાગુ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ્ય દેશના બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે. આ નીતિનો ઉદ્દેશ્ય યુવાનોને મૂળભૂત માનવીય મૂલ્યો સાથે જોડાયેલા રાખવાનો પણ છે.