ગુજરાત

gujarat

જામનગરમાં સોનલધામ ખાતે મણિયારો અને ત્રિશૂલ રાસ યોજાયો

ETV Bharat / videos

Navratri 2023: જામનગરમાં સોનલધામ ખાતે મણિયારો અને ત્રિશૂલ રાસની રમઝટ, જુઓ વીડિયો - etv

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 6:06 PM IST

જામનગર ખાતે આઈ શ્રી સોનલમાં શૈક્ષણિક એને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વની ધાધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઢાલ-તલવાર રાસ તેમજ મણીયારા રાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ચારણ બાળાનો ત્રિશુલ રાસ તેમજ ચારણ યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો દ્વારા માતાજીના પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતા. જામનગરમાં સોનલ ધામ ખાતે ઉજવાતા નવલા નોરતામાં મણીયારા રાસની અનેરી જમાવટ જોવા મળી હતી. ગઢવી સમાજના યુવાનો દ્વારા રમાતો મણીયારો રાસ પંથક સહિત દૂર દૂર સુધી પ્રચલિત છે.  આ નવરાત્રી દરમ્યાન સમસ્ત ચારણ સમાજ તેમજ જામનગર શહેરના લોકો સોનલ મંદિર ખાતે પહોંચી પ્રાચીન નવરાત્રીનો આનંદ મેળવે છે. ગઢવી સમાજની યુવતીઓ પણ ત્રિશુલ રાસ રમી અને નવલા નોરતાની ઉજવણી કરે છે. ખાસ કરીને પારંપરિક પહેરવેશમાં ગઢવી સમાજના યુવક અને યુવતીઓ સોનલધામ ખાતે નવ દિવસ સુધી નવલા નોરતાની ઉજવણી કરી અને માતાજીની આરાધના કરે.

  1. Navratri 2023: મહેર સમાજના યુવાનોએ મણિયારા રાસની જમાવી રમઝટ
  2. Navratri 2023: આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત પોશાકમાં કર્યા ગરબા

For All Latest Updates

TAGGED:

etv

ABOUT THE AUTHOR

...view details