ગુજરાત

gujarat

2024ની ચૂંટણીને લઈને ભાજપે તેની તૈયારીઓને આરંભી દીધી

ETV Bharat / videos

લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય, બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ - 2024ની ચૂંટણી

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 7:39 PM IST

અમદાવાદ:ત્રણ રાજ્યોમાં જીત બાદ આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપે તેની તૈયારીઓને આરંભી દીધી છે. જે અંતર્ગત અમદાવાદના નારણપુરામાં શહેર કોર્પોરેટરો અને હોદ્દેદારો માટે બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો. ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેટરો અને હોદ્દેદારોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડ અને વિસ્તારમાં સક્રિય થવા માટેની સૂચના અપાઈ છે. ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ ઇન્ચાર્જ કે સી પટેલે આ  અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નારણપુરા ખાતે અભ્યાસ વર્ગની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના તમામ કોર્પોરેટર અને ચૂંટાયેલા હોદ્દેદારો હાજર રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details