Lion in Rampura Village : શિકારની શોધમાં રામપુરા ગામમાં સિંહોંનું ટોળું ચડી આવ્યું
અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં એક સાથે નવ જેટલા વનરાજો શિકારની શોધમાં રાજાની માફક લટાર મારતા વિડીયો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અચાનક એક સાથે નવ જેટલા સિંહો ગામમાં આવી જતા ગામ લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. એક સાથે નવ સિંહની સવારી રામપરા ગામમાં જોવા મળી હતી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપુરા ગામમાં એક સાથે નવ જેટલા સિંહની સવારી આવી ચડી હતી. વનરાજોની ગામમાં લટારનો વિડીયો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે
ગામ લોકોમાં પણ ચિંતાનું વાતાવરણ : એક સાથે નવ જેટલા સિંહ અચાનક શિકારની શોધમાં રાત્રિના સમયે ગામમાં આવી ચડતા ગામ લોકોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગીરકાંઠાના ગામોમાં અવારનવાર જંગલના રાજા શિકારની શોધમાં લટાર મારતા હોય તે પ્રકારે કેમેરામાં કેદ થયા છે ત્યારે વધું એક વખત એક સાથે નવ જેટલા સિંહ રામપરા ગામમાં આવ્યા હતાં જેના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છેં.
રાજુલાના ભેરાઇમાં આવ્યાં હતાં સિંહ : થોડા દિવસ પૂર્વે ભેરાઈમાં પણ આવ્યા હતા સિંહો થોડા દિવસ પૂર્વે રાજુલા તાલુકાના અન્ય એક ગામમાં મધ્ય રાત્રીના સમયે સિંહનું એક ટોળું ભેરાઈ ગામના ખેડૂતના ઘર સુધી પહોંચી ગયુ હતુ. ઘરમાં રાખવામાં આવેલા ખુટીયા પર સિહોએ હુમલો કરી દેતા તેનો જીવ ખેડૂતે માંડ માંડ બચાવ્યો હતો. એક સાથે ત્રણ કરતાં વધુ સિંહોએ આખલા પર હુમલો કરતા ખેડૂતની સમય સૂચકતાને કારણે આખલાનો જીવ બચી ગયો હતો અને સિંહોએ શિકારને પડતો મૂકીને પરત જંગલ વિસ્તારમાં જવાની ફરજ પડી હતી.
હુમલો કર્યો નથી :ત્યારે આજે રામપુરા ગામમાં વધુ એક વખત એક સાથે નવ સિંહ આવતા જોવા મળ્યા છે. સારા સમાચાર એ છે કે આ વખતે સિહોએ કોઈ પણ પશુ કે અન્ય વ્યક્તિ પર હુમલો કર્યો નથી. શિકારની શોધમાં આવ્યા ચોક્કસ હશે પરંતુ શિકાર નહીં મળવાને કારણે તેઓ પરત જંગલ તરફ રવાના થયા હશે.