ગુજરાત

gujarat

Etv Bharat

ETV Bharat / videos

Krishna Janmashtami 2023 : જામનગર જન્માષ્ટમી મેળામાં લોકોની ભીડ જામી, જુઓ ડ્રોનના દ્રશ્યો - Janmashtami 2023

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 2:56 PM IST

જામનગર : જન્માષ્ટમી મેળાની ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો જન્માષ્ટમીનો મેળો કરવા માટે જામનગર આવી રહ્યા છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી મેળાનું લોક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો લોકમેળામાં આવ્યા છે. ત્યારે આકાશી દ્રશ્ય એટલે કે ડ્રોન કેમેરાથી જન્માષ્ટમી મેળાનો નજારો જોવા મળ્યો છે.

મહાનગરપાલિકાને કરોડોની આવક થાય છે : દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જન્માષ્ટમી મેળાની શરૂઆત થાય છે. એક મહિના સુધી આ મેળો ચાલે છે. ત્યારે સાતમ આઠમના તહેવાર પર જામનગર ઉપરાંત ગ્રામ્ય પંથક માંથી પણ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જામનગર એસટી વિભાગ દ્વારા રૂટો માં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો મેળો કરવા માટે જામનગર ખાતે આવી શકે. મેળા થકી મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે અહીં રાઇડ્સ તેમજ અન્ય મેળાના જે સાધનો લગાવવામાં આવ્યા છે, જેમાંથી મહાનગરપાલિકાને સારી એવી આવક થઈ છે.

  1. Krishna Janmashtami 2023 : ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવની કરવામાં આવી ઉજવણી
  2. Janmashtami 2023 : નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી, અડધી રાતે ભગવાન કૃષ્ણના વધામણાં

ABOUT THE AUTHOR

...view details