ગુજરાત

gujarat

વડતાલધામ ખાતે વચનામૃત જયંતિની ઉજવણી, વચનામૃતની પ્રસાદીની છત્રીનું પૂજન કરાયું

ETV Bharat / videos

વડતાલધામ ખાતે વચનામૃત જયંતિની ઉજવણી, વચનામૃતની પ્રસાદીની છત્રીનું પૂજન કરાયું - Vachanamrita Jayanti celebrations

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 7:26 PM IST

ખેડા : વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે વચનામૃત જયંતિની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ભાવિકોએ વચનામૃતનો સમૂહપાઠ કર્યો હતો. આ પ્રસંગે સૌ સત્સંગીઓને 10 વર્ષ સુધી દરરોજ વચનામૃતનો એક પાઠ વાંચવા આચાર્ય મહારાજે અનુરોધ કર્યો હતો. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે માગસર સુદ - 4 ને શનિવારના રોજ 204મી વચનામૃત જયંતિ નિમિત્તે આચાર્ય મહારાજ અને સંતોની ઉપસ્થિતિમાં મંદિરના પટાંગણમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મુખ્ય દરવાજા નજીક ભગવાન શ્રી સ્વામિનારાયણે કહેલ વચનામૃતની પ્રસાદીની છત્રી પર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પૂજન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે આજે વચનામૃત જયંતિના શુભદિને મહાપૂજામાં બેઠેલ સૌ ભક્તો ખૂબ ભાગ્યશાળી છે. આચાર્ય મહારાજે સૌ ભક્તોને 10 વર્ષ સુધી રોજ 1 વચનામૃતનો પાઠ કરવા અનુરોધ કર્યો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત-1879 થી સંવત 1886 સુધી ગઢડા,વડતાલ,લોયા,કારિયાણી, સારંગપુર,પંચાળા વિગેરે સ્થાનોએ કહેલ વચનામૃત સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી,શુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ વચનામૃતનો સંગ્રહ કર્યો હતો. અલગ-અલગ સ્થળોએ  ઉપદેશવાણી અમૃતવાણી પર પ્રશ્નોત્તરી થઈ હતી જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રમાણિત કરી હતી. તેનું ચાર નંદસંતોએ સંકલન કરી ગ્રંથરૂપે પ્રકાશિત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details