ગુજરાત

gujarat

ચાવી ન મળતા યુવકે બાઇકને સળગાવીચાવી ન મળતા યુવકે બાઇકને સળગાવી

ETV Bharat / videos

Kanpur Bike Fire: ચાવી ન મળતા યુવકે બાઇકને સળગાવી, જુઓ વીડિયો - युवक ने लगाई बाइक में आग

By

Published : May 15, 2023, 9:32 PM IST

કાનપુરઃતમે ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે અચાનક વાહનોને આગ લાગતા જોયા હશે. સાથે જ મોટા ભાગના વાહનોમાં આગ લાગવાનું કારણ ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે રવિવારે શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વાત લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. નશાની હાલતમાં બાઇકની ચાવી ન મળતા એક યુવકે ગુસ્સે થઈ તેને આગ ચાંપી દીધી અને પછી ત્યાંથી નીકળી ગયો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફાયર બ્રિગેડની ટીમની મદદથી ઘટના સ્થળે પહોંચી બાઇકમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. સાથે જ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બાઇકને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી: કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ, સંજય નગર ખાલવા બ્રિજના કિનારે એક યુવકે નશાની હાલતમાં પોતાની જ બાઇકને પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. આજુબાજુમાં હાજર લોકોનું કહેવું છે કે બાઇક સવાર યુવક ઘણા સમયથી બાઇક સ્ટાર્ટ કરી રહ્યો હતો. દરમિયાન બાઇકની ચાવી ક્યાંક ખોવાઇ ગઇ હતી. લાંબા સમય સુધી ચાવી શોધવા છતાં તે ન મળતાં તેણે બાઇકને આગ ચાંપી અને પછી ત્યાંથી નીકળી ગયો હતો. થોડી જ વારમાં આગ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે બાઇક બળીને ખાખ થઇ ગયું હતું. આસપાસ હાજર લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોની માહિતીના આધારે, પોલીસે ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

  1. North Bengal News: એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પૈસા માંગતા પિતાને બાળકનો મૃતદેહ બેગમાં લઈ જવાની ફરજ પડી
  2. Surat News : પિતાએ દીકરીને રમાડતાં હવામાં ઉછાળી, પંખા સાથે અથડાતા મોત

આગ લાગવાનું કારણ હજુ અસ્પષ્ટ: કેન્ટના એસએચઓ અર્ચના સિંહે જણાવ્યું કે ઘટનાની જાણકારી સ્થાનિક લોકો અને ટ્વિટર દ્વારા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

ABOUT THE AUTHOR

...view details