સૌરાષ્ટ્રની આ પ્રાચીન ગરબી અને આ ખેલૈયાઓને જોઈને થઈ જશો મંત્રમુગ્ધ - દાંડિયા રાસના ખેલૈયાઓ
નવરાત્રીના પાંચમા નોરતે દાંડિયા રાસે અનોખી રંગત જમાવી છે, નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખાસ વિશેષ તાલીમ પામેલા યુવક મંડળો દ્વારા દાંડીયારાસ રજૂ કરાતા હોય છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રીના તહેવારો દરમિયાન દાંડિયા રાસનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે.(junagadh old style navarati) વર્ષો પૂર્વે નવરાત્રીના તહેવારો દરમિયાન આ પ્રકારે પુરુષ અને મહિલાઓ દાંડિયા રાસ દ્વારા મા જગદંબાની આરાધના કરીને ગરબે ઘૂમતા હતા. વર્તમાન સમયમાં આ પ્રાચીન કલા વારસો ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે(navaratri2022 ) પરંતુ કેટલીક પ્રાચીન ગરબીઓમાં આજે પણ સૌરાષ્ટ્રની આ દાંડીયારાસની પરંપરાણે જીવંત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે, આનંદ દીપ ગરબીમાં ખાસ તાલીમ પામેલા દાંડિયા રાસના ખેલૈયાઓ દ્વારા દાંડીયા રાસ રજૂ કરાયો હતો, જેને માણી ને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST