ગુજરાત

gujarat

Junagadh News : જૂનાગઢમાં જાહેરમાં ભજવાયાં રીલ લાઈફના રીયલ દ્રશ્યો, યુવકની પૂતળાંઓ સાથે વાતોનો વીડિયો વાયરલ

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 10:05 PM IST

ETV Bharat / videos

Junagadh News : જૂનાગઢમાં જાહેરમાં ભજવાયાં રીલ લાઈફના રીયલ દ્રશ્યો, યુવકની પૂતળાંઓ સાથે વાતોનો વીડિયો વાયરલ

જૂનાગઢ :શહેરની પ્રસિદ્ધ માંગનાથ બજારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નશાની હાલતમાં એક યુવાન અર્ધનગ્ન થઈને બજારમાં કપડાના શોરૂમમાં રાખેલા મહિલા પુરુષ અને બાળકોના પૂતળા સામે કંઈક વાત કરતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે જેને લોકો પણ રમુજના માધ્યમ તરીકે પણ ખુબ પસંદ કરી રહ્યા છે. આજે સવારે 10:00 વાગ્યાના સમયે એક યુવાન નશાની હાલતમાં કાપડ બજારમાં પહોંચી જાય છે અને દુકાનની બહાર રાખવામાં આવેલા મહિલા પુરુષ અને બાળકોના પૂતળા સામે જાણે કે કંઈક વાત કરતો હોય અથવા તો તેની વ્યથા ઠાલાવતો હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તેને અમે સમર્થન આપતા નથી. સમગ્ર મામલાની જાણ કાપડ બજારના પ્રમુખ અને મંત્રીને થતા તેઓએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નશામાં ચકચુર અને પૂતળાઓ સાથે વાત કરતા યુવકને બજારમાંથી દૂર કર્યો હતો. આ પ્રકારના દ્રશ્યો ચલચિત્રોમાં જોવા મળતા હોય છે, પરંતુ રીયલ લાઇફમાં પણ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે તેનો પુરાવો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળ્યો હતો.

  1. Rajkot Crime News: સામુ જોવા જેવી બાબતે બે ભાઈઓ પર કરાયો જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  2. Ahmedabad Brutally Assaults Woman: સ્પા સંચાલકે મહિલાને જાનવરની જેમ મારી, વાળ પકડીને ઢસડી, કપડાં ફાડ્યાં, સ્પા સંચાલકના CCTV વાયરલ
  3. Surat Diamonds: હીરા ગીરા રે સુરત કે બાઝાર મેં... ડાયમંડ શોધવા લોકોની પડાપડીનો વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details