ગુજરાત

gujarat

જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ETV Bharat / videos

Junagadh rain: જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રેલવે ટ્રેક પર ફરી વળ્યા પાણી

By

Published : Jun 29, 2023, 9:37 PM IST

જૂનાગઢ:જિલ્લામાં વરસાદે ધોધમાર બેટિંગ કરતાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જેને કારણે શહેરમાંથી પસાર થતી મીટરગેજ રેલવે લાઈન પર એક ફૂટ કરતાં વધુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા. સતત ચાર કલાક સુધી અતિ ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરના તમામ માર્ગો પર એક ફૂટ કરતા વધુ વરસાદી પાણી ભરાયેલા જોવા મળતા હતા. જે રીતે ખૂબ જ તીવ્રતાથી વરસાદ આવી રહ્યો હતો તેને કારણે વરસાદી પાણીનો પ્રવાહ પણ ખૂબ ઝડપભેર આવતો જોવા મળતો હતો. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમ એક ફૂટથી વધુ ઓવરફ્લો થયો છે. ગિરનાર પર્વત ઉપર સાત ઇંચ વરસાદ નોંધાયો છે. દાતાર વિસ્તારમાં આવેલાં રહેણાક મકાનોમાં પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પાણીમાં તણાયો હતો.

  1. Rajkot News: ઉપલેટામાં સિમેન્ટ રોડ બિસ્માર હાલતમાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, જીવ જાય તો જવાબદારી કોની ? 
  2. Navsari Rain : ચીખલીની કાવેરી નદીમાં નવા નીર આવતા કોઝવે પાણીમાં ગરક

ABOUT THE AUTHOR

...view details