ગુજરાત

gujarat

ETV Bharat / videos

જખૌ બંદરે દબાણ હટાવવીની કામગીરી કરાઇ શરૂ, 700 જેટલા દબાણો દૂર કરાશે - Illegal construction in jakhau port

By

Published : Oct 13, 2022, 3:17 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

કચ્છ દરીયાકિનારે ગેરકાયદેસર બાંધકામોની સામે રાજય સરકાર અને ગૃહવિભાગ દ્વારા (Pressure operations along Kutch coast) તવાઈ બોલાવાઈ રહી છે. પ્રથમ પોરબંદર ત્યારબાદ દ્વારકામાં મેગા ડ્રાઈવ ડીમોલીશન હાથ ધરવામાં આવ્યા બાદ હવે આજે કચ્છના જખૌમા દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા તંત્ર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્વેચ્છાએ અહીથી દબાણો દુર કરવા મામલે નોટિસ પાઠવી હતી. કચ્છના અબડાસામાં મોહાડી દરિયાકાંઠે પાંચ દબાણો દૂર કરાયા હતા. તો જખૌ જેટી આસપાસમાં રહેલા દબાણોને તંત્ર દ્વારા કરવામાં (jakhau port compression relief) આવશે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવી દબાણો દુર કરવાની તાકીદ પણ કરાઈ હતી. તો આજે જખૌ બંદરે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે. અબડાસા વહીવટી તંત્ર દ્વારા 8 બુલડોઝરની મદદથી 700 જેટલા દબાણો દૂર કરાશે. અહીં બંદર પાસે 5 હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દબાણ હટાવ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. (Illegal construction in jakhau port)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details