Intoxication of cough syrups: અમદાવામાં નશા માટે કફ સિરપના વેચાણ કરતા બે આરોપીની ધરપકડ - Sale of cough syrup in Ahmedabad
નશા માટે કફ શિરપના વેચાણ કરતા બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચએ અમદાવાદ(Ahmedabad Crime Branch) માંથી ધરપકડ કરી છે. દારૂ, ડ્રગ્સ, પંચરની ટ્યુબના નશાની સાથે હવે કફ શિરપના નશાનું (Sale of cough syrup in Ahmedabad)પણ ચલણ વધ્યું છે. આરોપી જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણ (Intoxication of cough syrups )બન્ને રીક્ષા ચલાવવાનો ધંધો કરતા હતા અને આ દરમિયાન તેમને કફ શિરપનોનો નશો કરવાની ટેવ પડી હતી. જેમાં ડ્રાઇવિંગ માં ધંધામાં વધારે રૂપિયા કમાતા ન હોય ઝડપથી વધુ પૈસા કમાવા માટે કફ સીરપની બોટલનું વેચાણ શરૂ કર્યું હતું. જેના બદલામાં તેમને વધારે પૈસા મળતા હતા. આરોપી જીગ્નેશ રાણા અને પ્રકાશ ચૌહાણની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરમાં નશા માટે કફ શિરફનું વેચાણ વધી રહ્યું છે. જ્યારે આરોપીઓ કફ શિરપ કોને વેચાણ કરતા હતા તેની તપાસમાં પણ ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST