Indian Army Dod Yoga: ક્યારેય સાંભળ્યું છે કોઈ શ્વાન યોગા કરવા માટે મેદાન પર પહોંચ્યો હોય? - Dog performs yoga along with people
ઉધમપુર:આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહી છે. પરંતુ, કોઈ શ્વાન આ ઈવેન્ટમાં ભાગ લે એવું ક્યારેય સાંભળ્યું છે ખરા? ઈન્ડો તિબેતિયન બોર્ડર પોલીસનો એક ડોગ યોગા કરવા માટે મેદાન પર પહોંચ્યો હતો. જે રીતે યોગા કોચ આગળના આદેશ આપતા હતા એ રીતે એ પણ પોતાના અંગોનો સ્ટ્રેચ બતાવતો હતો.એમના આવા યોગા જોઈને આસપાસ યોગા કરનારા લોકો પણ થોડા સમય માટે આશ્ચર્ય પામ્યા હતા. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આવેલા પ્રાનું કેમ્પમાં યોગા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ શ્વાને પણ ભાગ લીધો હતો. જોકે, અન્ય યોગા કરનારા લોકો કરતા આ ડોગ પર કોચનું ધ્યાન પણ વધારે હતું. આઈટીબીપીના જવાનો દર વર્ષે યોગા દિવસ નિમિતે કંઈક નવું કરતા હોય છે. આ પહેલા તેમણે 15000 ફૂટની ઊંચાઈ પર ખુલ્લા મેદાનમાં યુનિફોર્મ સાથે યોગા કર્યા હતા. જેમા આસપાસના કેમ્પના જવાનોએ પણ ભાગ લીધો હતો. 21 જૂનના દિવસે શ્વાનનો આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે 21000થી વધારે વખત જોવામાં આવ્યો છે. જ્યારે 400થી વધુ એને લાઈક્સ મળી રહી છે. અનેક લોકો એના પર જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.