Ind vs Aus 3rd ODI : ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ, જુઓ વીડિયો - rajkot live from rajkot cricket
Published : Sep 27, 2023, 11:51 AM IST
રાજકોટ: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વન ડે મેચ રમાવવા જઈ રહી છે. સવારથી જ દર્શકોની ચહલ પહલ શરૂ થઇ ગઈ છે. મળેલી માહિતી અનુસાર 11 વાગ્યા બાદ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બપોરે 1.30 કલાકે મેચ શરૂ થશે. મેચને લઈને સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં SPના સુપરવીઝન હેઠળ, 6 DySP, 10 PI, 40 PSI, 64 મહિલા પોલીસ કર્મચારી, 46 ટ્રાફિક પોલીસમેન સહિત કુલ 430થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે.